જુનાગઢની બેંકમાં બે દિવસથી ફસાયેલા સ્વાનને આખરે મળ્યો છુટકારો
મનપાની ફાયર શાખા પણ તાબડતોબ દોડી આવી, જીવદયાની ભાવના સાથે સ્વાનનું રેસ્ક્યુ ઓપરેશન
જુનાગઢ તારીખ, ૧૭/૦૯/૨૦૧૨ સોમવાર
ઊંઘ ક્યારેક કોઈને ફસાવી દેવાનું કામ પણ કરે છે. પછી ભલે ને તે માણસ કે કોઈ જાનવર ! ઘસઘસાટ ઊંઘી જવાથી ખરાબ રીતે એક સ્વન ફસાઈ જવાનો અને પછી તેને મુક્ત કરવાનું એક અજીબો ગરીબ જીવદયાની ભાવનાનો કિસ્સો જુનાગઢમાં બન્યો છે. જુનાગઢ માં આવેલી એક બેંકની બિલ્ડીંગમાં એક સ્વન ઘુસી ગયું હતું અને પછી એર કંડીશનની ઠંડકમાં આદત મુજબ ઘસઘસાટ ઊંઘી ગયું બેંક બંધ કરવાનો સમય થતાજ સ્ટાફ બેંક બંધ કરી ને તમામ સ્ટાફ જતો રહ્યો અને પછી સ્વનને બે દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેંક ની બિલ્ડીંગમાંજ પુરાઈ રહેવું પડ્યું હતું. પરંતુ છેક સોમવારે લોકો ને ખબર પડતા સવારે સ્થાનિક રહેવાશીયોની મદદથી સાવનને મુક્ત કરાવવા આવ્યું હતું. જોકે લોકો ને ખબર પડી અને બચાવ કામગીરી શરુ કરી તેટલીવારમાં જાણે સ્વને ગામ ગાંડુ કર્યું હોય તેવો માહોલ સર્જાય ગયો હતો. જોકે જીવ દયા પ્રેમીઓ એ સ્વન ને રમુજ સાથે આબાદ છુટકારો અપાવ્યો હતો.
આખી વાત જાણે એમ છે કે' સોમવારે સવારે જુનાગઢના રાણાવાવ ચોકમાં એમ. જી. રોડ ઉપર આવેલ આ વિજય બેંકના બિલ્ડીંગની બારીમાંથી લટકી રહેલા એક સ્વનનો કણસવાનો અવાજ સાંભળી સ્થાનીક લોકો અને રાહ્દારીયો એકઠા થઇ ગયા હતા. લોકો એ જોયું કે એક સ્વન બેંક ની બારીમાંથી લટકી રહ્યું છે અને મુક્ત થવા માટે વલખા મારી રહ્યું છે. પહેલા તો લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું પણ પછી બધાને સ્વનની દયા આવી ગઈ અને જીવદયાની ભાવના સાથે લોકો એ સ્વનને બચાવવાના પ્રયાસો સારું કર્યા. પરંતુ સૌની સામે સવાલ હતો કે આ સ્વનને મુક્ત કરાવવું તો કેવી રીતે ?
કોઈ એ જુનાગઢ મહાનગર પાલિકાની ફાયર શાખાને જાણ કરી તો કોઈએ બેંકના કર્મચારીઓ નો સંપર્ક કરવાની કોશિશ કરી. તો બેંકમાં સ્વન ફસાયા ની વાત જોત જોતા માં ફેલાઈ ગઈ અને લોકોને ટોળા એકઠા થઇ ગયા. બેંકમાં સ્વન ફસાયાની જેવી ફાયર શાખાને જાણ થઇ કે તુરંત ફાયર શાખાના કર્મચારી કમલેશભાઈ પુરોહિત તાબડતોબ ફાયર ફાયટર અને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. કમલેશભાઈ એ પરીસ્થિતી જોઈ ને ફસાયેલા સ્વાનને હેમખેમ બચાવવા માટે ના પ્રયાસો શરુ કર્યા ત્યાં સ્વનના સદનસીબે વિજય બેંકના આસી. બ્રાંચ મેનેજર ગૌરવ ગુપ્તા પણ આવી પહોચ્યા અને તેમને તુરંત બેંક ના દરવાજા ખોલી ૨ દિવસથી બેંકમાં ફસાયેલા સ્વનને મુક્ત કર્યું હતું. બેંક ના દરવાજા જેવા ખુલ્ય કે સ્વને આબાદ બચી ગયા અહેસાસ સાથે દોટ લગાવી હતી
આમ તો આ સ્વન શુક્રવારના રોજથી બેંકમાં ફસાઈ ગયું હતું એન શનિવાર - રવિવારની ૨ દિવસની રજા હોવાથી બેંક બંધ હતી, રજામાં કર્મચારિયો મોજ માણતા હતા ત્યારે સ્વન ભૂખ્યું તરસ્યું બિલ્ડીંગની બારીમાંથી કોઈ બચાવવા આવશે તેવી આશા સાથે વલખા મારતું હતું. પરંતુ લોકોનું ધ્યાન છેક બે દિવસ પછી એટલેકે સોમવારે જતા લોકોએ સ્વનને મુક્તિ માટે બે દિવસ સુધી રાહ જોવી પડી હતી. બે દિવસ સુધી બેંકની બિલ્ડીંગમાં પુરાઈ ગયેલા આ સ્વને મુક્ત થવા માટે બેંકમાં ભારે ભારે ધામ પછડા કર્યા હતા પરંતુ સ્વનની કોઈ કારી ફાવી ના હતી સ્વનને બેંક ની બિલ્ડીંગ બધું રફેદફે કરી નાખ્યું હતું અને ચારે તરફ ગંદકી ફેલાવી દેતા બેંક
વાળાઓયે સફાઈ કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી છે.
આ ઘટના બન્યા પછી દરેક બેન્ક અને ઓફિસોને બંધ કરતા સમયે સ્વન માટેનું ખાસ ચેકિંગ કરવાનું સારું થઇ ગયું છે. કારણ કે રખે ને કોઈ સ્વન આરામ કરવા ઓફીસ ના ખૂણા માં ઘુસી જાય અને ફસાઈ જાય અને પછી બધેજ ગંદકી ફેલાવી દયે અને બધું તહેસ નહેસ કરી દયે તેના કરતા ચેકિંગ કરવું હિતાવહ થઇ ગયું છે.
No comments:
Post a Comment